સીધી લીટીમાં મળે તે જ સફળતા સાચી…

સફળતા અંગેના પરિસંવાદમાં એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો, સફળતાની વ્યાખ્યા શું? સફળતા કોને કહેવાય? કેવી વ્યક્તિને સમાજે સફળ વ્યક્તિ ગણવી જોઇએ? પ્રશ્ન ઘણો રસપ્રદ અને પાયાનો લાગ્યો. વળી, તેના ચહેરા પરના ભાવ પ્રશ્ન પૂછનારની ગંભીરતાની સાક્ષી પૂરતા હતા.

મને પણ લાગ્યું કે આ પાયાના પ્રશ્નની છણાવટ ઘણી જરૂરી છે કારણ કે ઘણાં યુવક-યુવતીઓ આજના હરીફાઇના જમાનામાં ભૌતિક સુખની ખોજમાં આંધળી દોટ મૂકી સમજ્યા વગર જિંદગીની મુસાફરી કરતા અધવચ્ચે એવી ખાઇમાં પછડાય છે કે જ્યાંથી હેમખેમ બહાર આવવું ઘણું મુશ્કેલ બની જાય છે.

એવી ઘણી વ્યક્તિઓને આપણે જોઇએ છીએ કે જેમની પાસે અઢળક ધનસંપત્તિ હોવા છતાં તેમનું આંતરિક જીવન વ્યથાઓથી ભરેલું હોય છે. તેમણે નક્કી કરેલું ધ્યેય (ધન ઉપાર્જન) તેમણે સફળતાથી પાર પાડ્યું હોવા છતાં તેમનું જીવન સુખી નથી બનતું. ઘણી વ્યક્તિઓ સફળ વ્યક્તિ તરીકે સમાજમાં નામના મેળવવા છતાં યુવા પેઢી તેમને ‘રોલ મોડલ’ તરીકે અપનાવી શકતી નથી.

જ્યારે અમુક વ્યક્તિઓ થોડા સમય પૂરતી કહેવાતી સફળતાની ટોચ પર બિરાજમાન હોય પરંતુ જેવી તેમની જીવન કિતાબનાં પાનાં ખૂલવા માંડે કે તરત જ તેઓ ધિક્કારને પાત્ર બની જાય છે. આવા સંજોગોમાં સફળતાના માપદંડની સમસ્યામાં યુવાપેઢી મૂંઝાયેલી રહે તે સાવ સ્વાભાવિક છે.

આ બધા કિસ્સામાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે સફળતા અને સુખ બંને સીધી લીટીમાં આવે તો એ સફળતા ટકાઉ છે. મહદંશે વાજબી છે. ઘણી કહેવાતી સફળ વ્યક્તિઓનો સારા સમાજનું ઘડતર કરવામાં જરા પણ ફાળો નથી હોતો. તેમની સફળતા માત્ર પોતાના સુખ પૂરતી સીમિત રહે છે.

ખરું જોઇએ તો ‘સફળતા’ અને ‘સુખ’ સીધી લીટીમાં આવે તે જ સાચી સફળતા. પ્રથમ તો આપણે વ્યક્તિ માટે આ વાત સમજીએ. દરેક વ્યક્તિને માટે ‘સુખ’ની કલ્પના અલગ અલગ હોઇ શકે. જે વ્યક્તિએ પોતાના માટે નિર્ધારિત સુખ એ તેની આગવી સંપત્તિ છે અને તેની પ્રાપ્તિ તે તેનું ‘ધ્યેય’ બને છે અને આમ થાય એટલે તેનું મનોબળ જાગૃત થાય છે અને તેની પ્રાપ્તિ માટે તે પ્રયત્નશીલ બને છે.

આ ધ્યેય તેના આંતરિક સુખને અનુરૂપ હોવાથી તેના પ્રયત્નોમાં-પરિશ્રમમાં-ઊણપ નથી રહેતી. જેમાં તે સફળ બને એટલે આ સિદ્ધિ તેને સુખનો અહેસાસ કરાવે છે. આમ એ વ્યક્તિ પૂરતી આ સાચી સફળતા બની.

હવે પ્રશ્ન એ રહે છે કે વ્યક્તિ દ્વારા મેળવેલી સફળતા સમાજ કે રાષ્ટ્ર માટેની સફળતાનો પણ ભાગ બને છે કે નહીં? આ બાબત અગત્યની છે. વ્યક્તિએ નક્કી કરેલું ધ્યેય સમાજ માટે વપિરીત અસર કરનારૂં ન હોવું જોઇએ, પરંતુ સાથોસાથ ધ્યેયપ્રાપ્તિ માટે અપનાવેલ રસ્તો પણ કેવો છે તે મુદ્દો પણ અગત્યનો છે.

દરેક વ્યક્તિએ એક વસ્તુ સમજવી જોઇએ કે જેમ તે પોતાની ‘સુખ’ પ્રાપ્તિ માટે, ‘સફળતા’ માટે કાર્યરત બને છે તેમ અન્ય વ્યક્તિઓ પણ પોતપોતાની રીતે તેમણે નિર્ધારિત કરેલા ‘ધ્યેય’ની પ્રાપ્તિ માટે કાર્યરત હોય છે. ત્યારે ‘શોર્ટકટ’ લઇ એકબીજા અન્યના રસ્તા બ્લોક કરે તો તે ઘર્ષણ તરફ દોરી જાય તે સ્વાભાવિક છે. સમાજ કે રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત કે મૂલ્ય આધારિત રસ્તા છોડી ભૌતિક ધ્યેય હાંસલ કરવાથી પ્રાપ્ત સફળતા ચિરંજીવ નથી બનતી. ઊલટું તે સમાજની પ્રગતિ માટે ક્યારેક અવરોધક પણ બને છે.

આપણે એ ભૂલવું ન જોઇએ કે દરેકને પોતાની સફળતા માટે પ્રયત્ન કરવાનો, પરિશ્રમ કરવાનો હક છે. દરેક વ્યક્તિનું જીવન એ રોજબરોજની આ મથામણનો સરવાળો જ છે. આવા સંજોગોમાં જો દરેક વ્યક્તિ એક બીજાના અવરોધક બને તો ન તો એ વ્યક્તિ પોતે ધારી ઝડપે આગળ વધી શકે છે કે ન તો અન્ય વ્યક્તિ. આમ સરવાળે બધા આગળ વધવાની ગતિ ગુમાવી બેસે છે.

અન્યને આગળ જવા દેવાની ભાવના ધરાવતો સમૂહ ધારી ગતિએ આગળ વધતો જાય છે અને આવી માનસિક ભૂમિકાવાળો સમાજ સાચી સફળતા તરફ રાષ્ટ્રને લઇ જાય છે. અન્યથા તે ગતિશિલ હોવા છતાં પ્રગતિ નહીં કરી શકે, આગળ નહીં વધી શકે, કારણ કે વ્યક્તિની સફળતાપ્રાપ્તિ માટેની યાત્રા અન્ય વ્યક્તિને અવરોધક છે. વ્યક્તિની સફળતા અને સમાજ કે રાષ્ટ્રની સફળતા સીધી લીટીમાં હોય તે જરૂરી છે.

આમ, સાચા રસ્તે સફળ માનવીની કદર કરવાની સમાજે પ્રણાલિકા રાખવી જરૂરી છે અને યુવા પેઢી સમક્ષ તેઓને ‘રોલ મોડલ’ તરીકે મૂકવા જોઇએ. જો આમ થશે તો નિશ્વિતપણે આપણે પ્રભાવશાળી વ્યક્તિઓનો સમાજ ઊભો કરી દઇશું. યુવા પેઢી માટે દરેક ક્ષેત્રમાં આદર્શ રોલ મોડલ પ્રાપ્ત થશે અને તેથી જ સાચી સફળતાની પ્રાપ્તિ માટે કાર્યરત આપણું રાજ્ય દેશ દુનિયામાં સાચા અર્થમાં ‘મોડલ રાજ્ય’ તરીકે પ્રસ્થાપિત થશે.

Advertisements

About jitudesai

I live in Plano, Texas and originally from Pania, Dist: Amreli Gujarat India.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s